ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમા નિવનમીત મેટ્રો સ્ટેશનમાથી લોખંડની પ્લેટો ચોરી કરતી ગેંગના બે સાગરીતોને લોખંડની પ્લેટો સાથેપકડી કુલ રૂ.૫૭,૦૦૦/- ના મદ્દુામાલ કબ્જે કરતી ગાંધીનગર ક્રાઇમબ્રાન્ચ-II
અમદાવાદ – ગાંધીનગર શહેર વચ્ચે નવ નિર્મીત થઈ રહેલે મેટ્રો સ્ટેશન ખાતેથી અવાર નવાર લોખંડ ચોરીના બનાવો બનવા પામેલ જે બનાવોના અનુસંધાને નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ, ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષકશ્રી રવિ તેજા વાસમસેટ્ટી સાહેબ, ગાંધીનગર નાઓએ જીલ્લામાં રાત્રીના સમયે ચોરી કરવા માટે આવતી ગેંગના સાગરીતોને ઝડપી પાડવા માટે એકશન પ્લાન બનાવવા માટે એલ.સી.બીના પો.ઇન્સશ્રી નાઓને જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન પુરૂ પાડેલ
જે અન્વયે LCB-II ના પો.ઈન્સશ્રી એચ.પી. પરમારના સીધા માર્ગદર્શન હેઠળ પો.સ.ઈશ્રી ડી.ડી.ચાવડા તથા પો.સ.ઈશ્રી કે.કે.પાટડીયા તથા પો.સ.ઇશ્રી બી.એચ.ઝાલા તથા પો.સ.ઈશ્રી આર.જી.દેસાઇ તથા પો.સ.ઈશ્રી એન.બી.રાઠોડ નાઓ તથા સ્ટાફના માણસોની જુદી જુદી ટીમોનું ગઠન કરી રાત્રીના સમયે ચોરી કરવા માટે આવતી ગેંગની એમ.ઓથી વાકેફ થઇ આ ગેંગના સાગરીતોની ઓળખ પ્રસ્થાપીત કરી તેઓની માહીતી એકત્રીત કરવા સારૂ હહ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સના માધ્યમથી ગુનો શોધી કાઢવા સારૂ કામગીરીમાં સતત કાર્યરત હતા.
ગઇકાલ રોજ એલ.સી.બી.રના પો.સ.ઇ શ્રી કે.કે. પાટડીયા નાઓ ટીમ સાથે ઇન્ફોસીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તેમજ બનેલ મિલ્કત સબંધી ગુનાઓ અટકાવી શોધી કાઢવાની કામગીરીમાં કાર્યરત હતા. તે દરમ્યાન એલ.સી.બી-રના અ.પો.કો વિજયકુમાર દયારામભાઈ નાઓને બાતમી હકીકત મળેલ કે, બે ઈસમો પોતાના કબ્જાની સફેદ કલરની એક્ટીવા નંબર જીજે-૧૮-એફ.એ.૯૧૬૧મા ચોરીની લોખંડની પ્લેટો લઈ ધોળાકુવા ગામ ખાતેથી પસાર થવાના છે જે મળેલી માહીતી આધારે પો.સ.ઇ.શ્રી કે કે પાટડીયા નાઓના માર્ગદર્શન હેઠળ આયોજન બધ્ધ રીતે વોચ તપાસમા રહી બે શંકાસ્પદ ઇસમોને ઉક્ત બાતમી હકીકત વાળા એક્ટીવા સાથે રોકી તેમની પાસે રહેલા ચોરીની
૪ નંગ લોખંડની પેલ્ટો તેમજ તેમની અંગ ઝડતીમાથી મળેલ એક મોબાઈલ ફોન તેમજ ચોરીમાં ઉપયોગમાં લીધેલ
એક્ટીવા મળી કુલ મુદ્દામાલ કિ.રૂ.૫૭,૦૦૦/-નો મળી આવેલ જે બાબતે કાયદેસરની કાર્યવાહી કરેલ છે.
પકડાયેલ આરોપીનુ નામ સરનામું :-
(૧) જય રમેશભાઇ ઠાકોર, ઉ.વ.૧૯, ધંધો-ઇગલ આઇ સીકવોરીટી કંપની તરફથી મેટ્રોમાં સીક્યોરીટી ગાર્ડ તરીકેની. રહેવાસી- એ-બ્લોક, ગુડાના મકાનોમાં ગુડા-પર. રાયસણ ગામ તા.જી ગાંધીનગર મો.ન. ૯૮૨૪૪૬૫૭૭૫
(૨) વિષ્ણુ મેરુજી ઠાકોર, ઉ.વ.-૧૯, ધંધો- વી.કે.બી.એસ કંપની તરફથી મેટ્રો ખાતે સીક્યોરીટી ગાર્ડ તરીકેની નોકરી.
રહેવાસી- (હાલ)ઠાકોર વાસ રાયસણ ગામ તા.જી ગાંધીનગર મુળ રહેવાસી- પાલડી ગામ, તા.દિયોદર, જી.બનાસકાંઠા
મો.ન-૬૩૫૫૭૨૫૨૩૮
કબ્જે કરવામાં આવેલ મુદ્દામાલ –
(૧) મોબાઇલ ફોન નંગ-૧ કિ.રૂ.૫,૦૦૦/-
(૨) લોખંડની પ્લેટો નંગ- ૪ કિ.રૂ.૨,૦૦૦/-
(3) એક્ટિવા નં. GJ-18-FA-9161 B.3.40,000/-
મળી કુલ કિ.રૂ.૫૭,૦00/-
પકડાયેલ આરોપીઓની કબુલાત:-
(૧) પકડાયેલ આરોપીઓની ધનિષ્ટ પુછપરછ કરતા વિષ્ણુ ઠાકોર નાઓએ જણાવેલ કે, આજથી આશરે ગઈ તા.૧૫/૧૬-
૦૨-૨૦૨૪ ની રાત્રીએ પોતાના આ જ એક્ટીવા ઉપર જય ઠાકોર સાથે મળી અને પી.ડી.પી.યુ થી જી.એન.એલ.યુ
વચ્ચે આવેલ મેટ્રો સાઈટ ઉપરથી આશરે ત્રીસેક જેટલી પ્લેટો ચોરી કરેલ જેમા બીજો એક ઇગલ કંપનીનો સીક્યોરીટી
ગાર્ડ રાહુલ ઠાકોર પણ સામેલ હતો જે ચોરેલ પ્લેટો સરગાસણ ખાતે આવેલ ભંગારના ડેલા ઉપર વેચાણ આપેલ
(૨) આજથી આશરે પંદરેક દિવસ પહેલા પોતે તથા જય ઠાકોર નાઓએ ભેગા મળી અને બીજા એક વી.કે.બી.એસ
કંપનીના સીક્યોરીટી ગાર્ડ સુહાગ રાવળ નાઓ સાથે ભેગા મળી અને તેની રીક્ષામાં આશારે પચ્ચાસેક જેટલી લોખંડની
પ્લેટો પી.ડી.પી.યુ થી જી.એન.એલ.યુ વચ્ચે આવેલ મેટ્રો સાઈટ ઉપરથી ચોરી કરેલ હતી જે પ્લેટો સુહાગ રાવળ વેચી
આવેલ
(૩) ચાલુ માસમા પહેલી થી દસમી તારીખ વચ્ચે આશરે ૨૦૦ નંગ જેટલી લોખંડની પ્લેટો સુહાગ રાવળ તેમજ જય
ઠાકોર નાઓ સાથે ભેગા મળી અને પી.ડી.પી.યુ થી જી.એન.એલ.યુ વચ્ચે આવેલ મેટ્રો સાઈટ ઉપરથી ચોરી કરેલ
તમામ પ્લેટો સુહાગ રાવળ નાઓ વેચી આવતો હતો.
કામગીરી કરનાર પોલીસ અધિકારી/કર્મપારી-
પો.ઇન્સ શ્રી એચ.પી.પરમાર
પો.સ.ઇ શ્રી કે.કે.પાટડીયા
એ.એસ.આઇ હરદેવસિંહ દલપતસિંહ
પો.કો જીતેન્દ્રસિંહ પ્રવિણસિંહ
પી.કો વિજયકુમાર દયારામભાઇ