આર.ટી.ઓ. ભુજ દ્વારા માર્ચ-૨૦૨૪ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કેમ્પ યોજાશે

        માર્ચ-૨૦૨૪ માસનો વાહનોનો ફિટનેસ રીન્યુ કરાવવા અંગેના કેમ્પો તા.૭/૩/૨૦૨૪ નખત્રાણા, તા.૧૪/૩/૨૦૨૪ નલીયા, તા.૧૬/૩/૨૦૨૪ મુન્દ્રા, તા.૩૦/૩/૨૦૨૪ના માંડવી ખાતે યોજવામાં આવશે. આ કેમ્પના સ્થળે સવારે ૧૧ થી બપોરના ૨ વાગ્યા સુધી તમામ પ્રકારના વાહનોનું ફિટનેસ રીન્યુ કરી આપવાની કામગીરી કરી આપવામાં આવશે તેમજ ભુજ કચેરીએ પણ આ કામગીરી કરી આપવામાં આવશે તેવું ઈન્ચાર્જ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી, ભુજ-કચ્છ દ્વારા જણાવાયું છે.