ગુજરાતના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છની મુલાકાતે
આજરોજ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી કચ્છ જિલ્લાની એક દિવસીય મુલાકાતે આવી રહ્યા છે. માનનીય રાજ્યપાલશ્રી તા.૦૯/૦૩/૨૦૨૪ના રોજ સાંજે ૬.૩૦ કલાકે સ્મૃતિવન મેમોરિયલ ખાતે સંગીત નાટ્ય અકાદમી નવી દિલ્હી દ્વારા આયોજિત “દેશજ” કાર્યક્રમના ઉદ્ધાટન પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. તેઓ આ મુલાકાત દરમિયાન સ્મૃતિવન અર્થક્વેક મ્યૂઝિયમની મુલાકાત પણ લેશે.