જસદણ સ્મશાનની સામે શેરીમાં આંબેડકરવાસના એક રહેણાંક મકાનમાંથી 51 હજારનો દારૂ ઝડપાયો : આરોપી ફરાર

copy image

copy image

સૂત્રો દ્વારા જણાઈ રહ્યું છે કે, જસદણ સ્મશાનની સામે શેરીમાં આંબેડકર વાસમાંથી એક રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પોલીસે ઝડપી પાડ્યો છે.આ મામલે પ્રાપ્ત થતી વિગતો મુજબ જસદણ પોલીસ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન તેમણે ખાનગી રાહે બાતમી મળેલ હતી કે, જસદણ સ્મશાનની સામે શેરીમાં આંબેડકરવાસમાં રહેતા કરણભાઈ કનુભાઈ પરમારએ પોતાના રહેણાંક મકાનમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને રાખેલ છે. મળેલ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી હાથ ધરી અને બાતમી વાળા સ્થળ પરથી કુલ કીમત રૂ.૫૧,૮૬૦ નો દારૂ કબ્જે કર્યો હતો. હાથ ધરવામાં આવેલ કાર્યવાહી દરમ્યાન આરોપી શખ્સ હાજર મળ્યો ન હતો. પોલીસે તમામ મુદ્દામાલ કબ્જે કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.