ગાંધીધામમાં ગોલ્ડમેડલ વિજેતા ગ્રેટ ગોલ્ડન સર્કસનો પ્રારંભ

કચ્છ જિલ્લાના પંચરંગી શહેર ગાંધીધામમાં મુકામે આજથી ધ ગ્રેટ ગોલ્ડન સર્કસ ગાંધીધામ ના આંગણે પ્રારંભ થઇ ચૂક્યું છે, ગોલ્ડ મેડલ વિજેતા અને લેશર વીજ ઉપકરણ તેમજ સુશોભિત તંબુઓ સાથેનું સુજ્જ ગ્રેટ ગોલ્ડન સર્કસ નો પ્રારંભ થયો ગાંધીધામ માં દિન દયાલ ડી,પી,ટી ગ્રાઉન્ડ પરજ શોનો પ્રારંભ થયું તેનું વિધિવત ઉદ્ઘાટન ગાંધીધામ નગરપાલિકા ના પ્રમુખ શ્રી તેજસભાઈ પી શેઠ,તેમજ ગાંધીધામ નગરપાલિકા ઉપપ્રમુખ
શ્રીમતી દિવ્યા બેન નાથાણી,તેમજ ગાંધીધામ નગરપાલિકા ના ચેરમેન શ્રી એ કે સીંઘ, તેમજ આ તકે વેલજીભાઈ આહીર,કમલ શર્મા, ભરત મીરાણી, તેમજ સર્કસ ના મેનેજર મહેન્દ્ર કુમારે મહેમાનોનું પુષ્પગુચ્છ થી સન્માન કર્યું હતું પ્રથમ દિને શહેરના વકીલો, ડોક્ટરો, પત્રકારો,તેમજ ગાંધીધામ નગરપાલિકા ના કાઉન્સિલર અને સામાજિક અગ્રણીઓ ની વિશાળ હાજરીમાં રીબીન કાપીને સર્કસ નો પ્રથમ સો મહેમાનો ના હસ્તે ખુલ્લો મુકાયો હતો વિદેશી કલાકારોના એક એક કલા રજૂ કરતા થી લોકોનું દિલ જીતી લીધા હતા આ ઉપરાંત નાના જોકરો એ પણ બાળકોને હસાવીને તરબોળ કરી નાખ્યા હતા તેમજ ઝુલાની આઈટમમાં પણ લોકોએ તાળીઓથી સમીયાણો ગજવી મૂક્યો હતો
આ સર્કસ માં આંતરરાષ્ટ્રીય ખ્યાતિ ધરાવતું ગુજરાતનું ગૌરવ સમૂ ગ્રેટ ગોલ્ડન સર્કસ આપના માટે હેરત ભર્યા પ્રયોગો ચમક ડમક રોશની સાથે અધ્યતન લાઇટિંગ હાઈ ફાઈ સ્ટીરીયો સાઉન્ડ સિસ્ટમ સાથે તદ્દન નવા પ્રયોગો રજૂ કર્યા હતા,રશિયન આફ્રિકન અને મંગોલિયન સર્કસ કલાના પ્રયોગો અને મનોરંજનના ધૂમ ધડાકા સાથે સહ પરિવાર સાથે સેકડો કલાકારો સાથે અનેક પ્રયોગો રજૂ કર્યા હતા અને મહેમાનો એ નિહાળ્યા હતા તેમજ અમદાવાદમાં સર્વે પ્રથમ મોતના ગોળામાં ત્રણ ત્રણ મોટર સાયકલોની દિલ ધડક પ્રયોગ, ધૂમ મચાવી લોટ પોટ કરી દેતું મસ્ત મનોરંજન ગ્રેટ ગોલ્ડન સર્કસ ના નવીન પ્રયોગોને વિશ્વના મહાન વિભૂતિઓ પત્રકારો અને પ્રેક્ષકોએ મુક્ત કંઠે વખાણયા છે, તેવી રીતે ગાંધીધામ માં પણ લોકોએ વખાણ્યા હતા,સર્કસ ની દુનિયામાં બહેતરિન સર્કસ કલા માટે ગોલ્ડ મેડલ વિજેતા એકમાત્ર ગ્રેટ ગોલ્ડન સર્કસ જે સર્કસ ગાંધીધામ ના આંગણે વર્ષો બાદ દિન દયાલ ડી,પી,ટી ગ્રાઉન્ડ પર આવી ગયું છે તેમજ ગાંધીધામ ની અંદર એક મહિનો સુધી ચાલનારા આ સર્કસના દરરોજ 3,30,6,30,9,30 ત્રણ ખેલ સર્કસના યોજાશે, ગાંધીધામ અને કચ્છની જનતા સર્કસ નો લાભ લેવા અનુરોધ કર્યો હતો