ભુજ તાલુકાનાં માધાપરમાં 15 મહિનાના બાળકનું પાણી ભરેલી ડોલમાં પડી જવાથી મોત
ભુજ તાલુકાનાં માધાપર ગામમાં 15 મહિનાના બાળકનું પાણી ભરેલી ડોલમાં પડી જવાથી મોત નીપજયું હતું. આ બનાવ અંગે મળેલ માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના અને હાલ માધાપર નવાવાસમાં રહેતા 15 મહિનાના બાળકનું ગત શનિવારે પાણીની ડોલમાં પડી જતા મોત નીપજયું હતું. જાણવા મળી રહ્યું છે કે, મૃતક બાળક પોતાના ઘરમાં રમતો હતો.એ સમયે રમતા રમતા બાથરૂમમાં ચાલ્યો ગયો હતો.જ્યાં પાણી ભરીને રાખેલ ડોલમાં હતભાગી બાળક અચાનક પડી જતાં તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતો. જ્યાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો.