ભચાઉ તાલુકાના આધોઈ-હલરા માર્ગ પર વચ્ચે આવતી નદી પરનો પુલ તાત્કાલીક ધોરણે બનાવવા રાજયના મુખ્યમંત્રીશ્રી સમક્ષ રજુઆત
રાપર વિધાનસભા હેઠળના પ્રજાના પ્રશ્નોને વાંચા આપતા અને લોકોના જીવન જરૂરિયાતના કામો કરવા તેમજ ખેડૂતો માટે હરહંમેશ તત્પર એવા રાપર પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ ગુજરાત રાજયના રજયપાલશ્રી તથા મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતાશ્રી અમિતભાઈ ચાવડા સહિત માન.મુખ્ય ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ ગાંધીનગર તથા કાર્યપાલક ઈજનેરશ્રી માર્ગ અને મકાન વિભાગ ભુજ – કરછ તથા કલેક્ટરશ્રી કરછ સમક્ષ રજુઆત કરતા જણાવ્યુ હતું કે રાપર વિધાનસભા મતવિસ્તાર હેઠળના ભચાઉ તાલુકાના આધોઈ – હલરા માર્ગ પર વચ્ચે આવતી નદી પરનો મહત્વનો પૂલ નદીમાં આવેલ પુરના કારણે છેલ્લા ચાર વર્ષથી પુલ તૂટી ગયો હોઈ જેથી ચોમાસાની સિઝન દરમિયાન વરસાદ પડે ત્યારે આ કાચો ડાયવર્ઝન ધોવાઈ જતો હોઈ જેથી સદર માર્ગ સદંતર ઠપ થઈ જાય છે ઉપરાંત કાચા ડાયવર્ઝનમાં પણ મોટા પ્રમાણમાં ખાડા પડી ગયા હોઈ જેના કારણે લોકોને પારાવાર મુશ્કેલી પડી રહી છે અને અકસ્માત પણ થવાની ભીતિ છે.સદર રસ્તામાં અનેક વાર અકસ્માત જેવી ઘટનાઓ બની રહી છે જેથી લોકોમાં ભય નો માહોલ સર્જાઈ રહ્યો છે માટે તાત્કાલીક ધોરણે ટૂંક સમયમાં આધોઈ – હલરા માર્ગ પર વચ્ચે આવતી નદી પરનો પુલ બનાવવા રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતિ સંતોકબેન ભચુભાઇ આરેઠીયા એ રાજય સરકાર સહિત મુખ્યમંત્રી સમક્ષ માંગ કરી હતી.