પતિ-પત્નીના ઝઘડામાં પતિને મનદુ:ખ લગતા પતિએ  કર્યો આપઘાત

copy image

copy image

પતિ-પત્નીના ઝઘડાને લઇ પત્ની ચાલી જતાં તેના મનદુ:ખમાં પતિ એવા મિરજાપરના  યુવાન એ આપઘાત  કર્યાનો બનાવ સામે આવ્યો છે. આ બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર મિરજાપરના અંબાજી મંદિર પાસે રહેતા શખ્સે આજે બપોરે તેના ઘરે પંખામાં બારીમાં બાંધવાના ઓછાડ વડે ગળેફાંસો ખાઇ લેતાં તેને સારવાર માટે તેના કાકા  ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. હોસ્પિટલની પોલીસ મથક માં નોંધાવેલી વિગતો મુજબ પતિ-પત્નીના ઝઘડના લીધે પત્ની ચાલી જતાં શખ્સ ને મનમાં લાગી આવતાં આ અંતિમ પગલું ભર્યું હતું. આ અંગે એ-ડિવિઝન પોલીસને જાણ કરાઇ છે.