એક અબોલ જીવને બચાવવા જતા ટ્રેન નીચે આવી જતા એક શખ્સનું કમ કમાટી ભર્યું મોત
ગાંધીધામના રાજવી ફાટક પાસે યુવાન ગાય, ભેંસ ચરાવવા જઇ રહ્યો હતો. તે દરમાયન એક અબોલ જીવને બચાવવા જતાં આ યુવાન ટ્રેનની હડફેટે ચડતાં તેનું કરુણ મોત નીપજયું હતું. શહેરના ભારતનગર વિસ્તારમાં રહેનાર યુવાન મૂળ બનાસકાંઠાનો વતની છે. અન્ય વ્યક્તિ પાસે તે ગાય, ભેંસ ચરાવવાનું કામ કરતો હતો. સવારના આરસામાં તે અબોલ જીવોને ચરાવવા જઇ રહ્યો હતો. તે રાજવી ફાટક પાસે પહોંચતાં અમુક અબોલ જીવોએ ફાટક ઓળંગી લીધું હતું, પણ એક પાડી બાદમાં પાછી વળી હતી. આ અબોલ જીવ ટ્રેન નીચે ન આવી જાય તે માટે યુવાને તેને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. આ અબોલનો જીવ બચી ગયો હતો, પરંતુ અપરિણીત એવા યુવાન ટ્રેનની હડફેટે ચડયો હતો, જેતપાસકર્તા એ જણાવ્યું કે તેને માથાના ગંભીર ઈજા થતાં તેનો તત્કાળ મોત થયું હતું