ઈન્સ્ટાગ્રામમાં જાતિવાચક ટિપ્પણી અંગે વર્ષામેડીની યુવતીઓએ આગોતર કરેલ જામીન અરજી કોર્ટે ફગાવી
ઈન્સ્ટાગ્રામમાં ગ્રુપ બનાવી, માધાપરની અનુસૂચિત જાતિની યુવતીને તેમાં એડ કરીને જાતિવાચક અપશબ્દો બોલવાના ગુનામાં અંજાર વર્ષામેડીની યુવતીએ કરેલી આગોતરા જામીન અરજી ભુજની એટ્રોસીટી કોર્ટે ફગાવી દીધી છે.માધાપરની યુવતીએ અંજારના વર્ષામેડીની યુવતી સહિત ચાર અનય લોકો વિરુદ્ધ માધાપર પોલીસ સ્ટેશનમાં 07/04/2024ના રોજ ફરિયાદ નોંધાવી હતી. આરોપીઓએ ઈન્સ્ટાગ્રામમાં ગ્રુપ બનાવી તેમાં ફરિયાદીને એડ કરીને વોઈસ મેસેજ પોસ્ટ કરીને ભૂંડી ગાળો આપી જાતિય અપમાનિત કરી ધમકી આપી હોવાનું ફરિયાદમાં જણાવ્યુ હતું આ કેસમાં યુવતીએ કરેલી આગોતરા જામીન અરજીને મંજૂર કરવા એડવોકેટે દલીલ કરી હતી કે સોશિયલ મીડિયાએ પબ્લિક પ્લેસ નથી. આરોપીએ પ્રાઈવેટ એકાઉન્ટમાં પર્સનલ મેસેજ કર્યો છે, માત્ર પાંચ જણની હાજરીમાં આ બનાવ બન્યો છે અને ફરિયાદીએ પોતે રેકોર્ડીંગ કરી વાયરલ કર્યો છે. ફરિયાદ પક્ષે મુખ્ય સરકારી વકીલ એ આરોપીની ગુનામાં પ્રારંભથી જ સંડોવણી હોવાનું, તે રાજકીય વગ ધરાવતી હોવાનું અને ગ્રુપમાં જાતિવાચક અપશબ્દો બોલી એટ્રોસીટી તળે ગુનો બનતો હોવાથી આગોતરા ફગાવી દેવા દલીલો કરી હતી.એટ્રોસીટી કૉર્ટના ખાસ જજ બંને પક્ષની દલીલો સાંભળી અરજી ફગાવતાં જણાવ્યું કે, આરોપીએ ફરિયાદીને નીચા ઉતારી પાડવા માટે આવું કૃત્ય કરેલ છે અને એક ગ્રુપમાં એડ કરી ચારેય આરોપીઓએ આવું કૃત્ય કરેલું છે, જેથી એટ્રોસીટી એક્ટ તળે ગંભીર ગુનો બને છે. આ કેસમાં ક્લોઝ્ડ ગ્રુપમાં આવું કૃત્ય કરેલું હોય તો પણ અન્ય આરોપીઓ જોઈ શકે તેવું હતું. જેથી આ બનાવ પબ્લિક પ્લેસમાં બન્યો ના હોવાનું માનવાનું કોઈ કારણ નથી. કારણ કે, જે કહેવામાં આવ્યું તે અન્ય આરોપીઓએ જોયું સાંભળ્યું છે.આ કેસમાં પોલીસે IT Act, IPCની અન્ય કલમો સાથે એટ્રોસીટી એક્ટની કલમ 31 (R) (S) (U) (V) લગાડી છે. કોઈપણ સ્થળે લોકો જોઈ સાંભળી શકે તેમ જાહેરમાં (any place within public view) અનુસૂચિત જાતિની વ્યક્તિનું ઈરાદાપૂર્વક અપમાન કરાયું હોય તે સંજોગોમાં આ કલમ લાગુ પડે છે.