અંજાર-મુંદરા ધોરીમાર્ગ પર અકસ્માત સર્જાયો, એક નું મોત બે શખ્સ સારવાર હેઠળ
મુંદરાના સમાઘોઘામાં રહેનાર ફરિયાદી તથા તેના મિત્રો ગત તા.22/4ના બપોરે સાણંદ બાજુ ખેડા ગામે લગ્ન પ્રસંગમાં જવા નીકળ્યા હતા.ત્યારે પોતાના મિત્રની કાર લઈને આ ત્રણેય સૂર્યા કંપનીથી થોડે આગળ અંજાર-મુંદરા ધોરીમાર્ગ ઉપર પહોંચ્યા હતા, ત્યારે આગળ જતાં એક ટ્રેઈલર ચાલકે પોતાનું વાહન અચાનક ડાબી બાજુ દબાવતાં પાછળથી આવતી કાર તેમાં ભટકાઈ હતી, જેમાં ત્રણેય મિત્રોને ગંભીર ઈજાઓ પહોંચતા ત્રણેયને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાં ફરજ પરના તબીબે એક શખ્સ ને મૃત જાહેર કર્યો હતો .અને અન્યોને સારવાર આપવામાં આવી હતી. અકસ્માત સર્જીને નાસી જનારા વાહન ચાલક વિરુદ્ધ પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે.