વરનોરા ગામમાં દેશી બંદૂક સાથે આરોપી ઝડપાયો

copy image

copy image

નાના વરનોરા ગામમાં પોલીસે આપેલી વિગતો અનુસાર, પૂર્વ બાતમીના આધારે હાથ ધરાયેલી કાર્યવાહીમાં વરનોરાની સીમમાં આવેલા માડળાઈ તળાવની બાજુમાં બાવળોની ઝાડીમાં દેશી બનાવટની સિંગલ બેરલની બંદૂક સાથે પશ્ચિમ કચ્છ પોલીસની સ્થાનિક ગુનાશોધક શાખાએ આરોપીની ધરપકડ કરી હતી.તેની પૂછપરછ કરતાં તે કોઈ આધાર પુરાવા આપી શક્યો નહોતો. પોલીસે તેની વિરુદ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.