કુકમા માં અગમ્ય કારણોસર પરિણીતાએ કર્યો આપઘાત
કુકમા ગામમાં રહેતી પરિણીતાએ કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતેની પોલીસ ચોકીમાં લખાવાયેલી વિગતો અનુસાર, આઠેક વર્ષનો લગ્નગાળો ધરાવતી અને બે સંતાનની માતા એવી પરિણીતાએ શુક્રવારે પોતાના ઘરે હતા ત્યારે કોઈ અગમ્ય કારણે પંખામાં સાડી બાંધી આપઘાત કર્યો હતો. બનાવની જાણ થતાં તેને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ ખસેડાઈ હતી, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરી હતી. પદ્ધર પોલીસે અકસ્માત મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.