ધાણેટી ગામે વૃદ્ધાએ ઝેરી દવા ગટગટાવી મોત ને વ્હાલું કર્યું
ભુજ તાલુકાના ધાણેટી ગામે રહેતા વૃદ્ધાએ વહેલી સવારે ઝેરી દવા ગટગટાવી મોત ને વ્હાલું કર્યું હતું.પોતાના ઘરે કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લેતાં તેઓને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા. પદ્ધર પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.