સુખપરમાં પ્રેમિકા અને પતિએ પાઈપથી પત્ની ઉપર હુમલો કર્યો
સુખપર ગામે પ્રેમિકા અને પતિએ લોખંડના પાઈપ વડે મહિલા પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર ભુજ તાલુકાના સુખપર ગામે રહેતી મહિલાના પતિને અન્ય મહિલા સાથે પ્રેમસંબંધ હતો .તે મહિલાને પતિની કહેવાતી પ્રેમિકા સાથે બોલાચાલી થતાં બંનેએ ઉશ્કેરાઈ જઈ લોખંડના પાઈપ વડે હુમલો કરી ઈજા પહોંચાડતા મહિલાને જી.કે.જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા.