કેરા તા, ભુજ કેરા કપિલ કોર્ટ ગ્રાઉન્ડ ખાતે જોગી સમાજ દ્વારા સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન

કેરા તા, ભુજ કેરા કપિલ કોર્ટ ગ્રાઉન્ડ ખાતે જોગી સમાજ દ્વારા સુપર 8 ક્રિકેટ ટુર્નામેન્ટનું કરાયું આયોજન
કેરા કપિલ કોર્ટ ગ્રાઉન્ડ ખાતે જોગી સમાજ દ્વારા તા 12, 5, 2024 રવિવાર અને તા 19 5 રવિવારના આ ટુર્નામેન્ટનું આયોજન કરાયું હતું જેમાં કેરા, ભુજ, માનુકુવા, માધાપર અંજાર, અમીરા મોરા, રાયણ અને નખત્રાણા એમ ટોટલ 8 ગામની ટીમોએ ભાગ લીધો હતો જેમાં 19 તારીખે ભુજ અને નખત્રાણા વચ્ચે ફાઈનલ મેચ જામી હતી જેમાં બજરંગ ઇલેવન ભુજનો 27 રન થી વિજય થયો હતો તો આ મેચને સફળ બનાવવા માટે રાજેશ બાબુલાલ જોગી ભીમ વિજય જોગી મનીષ લાલજી જોગી તેમજ યોગી સમાજના યુવાનો દ્વારા હેમત ઉઠાવી હતી વિજેતા ટીમને ટ્રોફી તેમજ અન્ય ઇનામો દ્વારા પ્રોત્સાહિત કરાઈ હતી આ ટુર્નામેન્ટ પક્ષીઓ ની સેવા હેતુથી રમાઈ હતી તેવું જોગી સમાજના યુવાનો દ્વારા જણાવાયું હતું