કચ્છના અલગ અલગ ગામોમાં ત્રણ લોકોએ જીવ ગુમાવ્યા
copy image
લુણીમાં લાઈટ ડેકોરેશનના કામ દરમિયાન યુવાનને ભારે વીજશોક લાગતાં મોત :મુન્દ્રાના લુણી ગામમાં લાઈટ ડેકોરેશનનાં કામ દરમ્યાન ગામના યુવાન ને ભારે વીજ લાઈનનો શોક લાગતાં તેનું મોત થતાં લગ્નપ્રસંગ વચ્ચે માતમ નો માહોલ જોવા મળ્યો હતો.મુન્દ્રાના લુણી ગામના ગાધ ફળિયામાં સાંજના આરસામાં લગ્નપ્રસંગના લગ્ન મંડપના લાઈટ ડેકોરેશનનું કામ ચાલી રહ્યું હતું. લાઈટ ડેકોરેશનનું કામ કરતો ગામનો જ એક યુવાન લાઈટ ડેકોરેશન સંબંધિત કામ કરી રહ્યો હતો અને મંડપ ઉપરથી પસાર થતી ભારે વીજપ્રવાહવાળી વીજલાઈનને તેનો હાથ અડી જતાં તેને ભારે વીજશોક લાગ્યો હતો. આ વીજશોકના કારણે તેનું મૃત્યુ થયું તેવું મૃતકના પિતાએ મુન્દ્રા મરીન પોલીસ મથકે જણાવ્યુ હતું પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી હતી

ભુજના આશાપુરા નગરમાં રહેતો આઠ વર્ષીય કિશોરનું હમીરસર તળાવ માં પગ લપસતા મોત :ભુજના આશાપુરા નગરમાં રહેતો આઠ વર્ષીય કિશોરનું હમીરસર તળાવ માં પગ લપસતા મોત નીપજયું હતું ભુજના આશાપુરા નગરમાં રહેતો કિશોર સાંજના આરસામાં તેની માતા સાથે હમીરસર તળાવ પાસે ફરવા ગયો હતો. આ દરમ્યાન કિશોરનો પગ લપસતાં તે હમીરસર તળાવમાં ગરકયો ગયો હતો. ડૂબેલા કિશોર ને પાણીમાંથી બહાર કાઢી સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાતાં ફરજ પરના તબીબે મૃત જાહેર કરતાં માતા-પરિજનોના રૂદનથી વાતાવરણ કરુણ બન્યું હતું. એ- ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી

આદિપુરમાં છત ઉપરથી નીચે પટકાતાં આધેડનું સારવાર હેઠળ મોત:આદિપુરના વોર્ડ 3-એ વિસ્તારમાં છત ઉપરથી નીચે પટકાતાં આધેડ ને ગંભીર ઈજા પહોંચતાં મોત નીપજયું હતું. આદિપુરના વોર્ડ 3-એ વિસ્તારમાં રહેતા આધેડ ગત તા. 17/5ના પોતાના નવા બનતાં મકાને ગયા હતા . અહીં તે મકાનમાં છત ઉપર પાણી છાંટી રહ્યા હતા. દરમ્યાન અકસ્માતે છત ઉપરથી નીચે પટકાતાં તેમને ગંભીર પ્રકારની ઇજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે ગાંધીધામની ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયા હતા જ્યાં સારવાર હેઠળ તા. 18/5ના તેમનું મોત થયું હતું . પોલીસે આ બનાવ અંગે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .
