રાપરના નીલપર સીમમાં આવેલા ભેડીયામાં ચોરીના ઇરાદે ઘૂસેલા ચાર ચોરોને ચોકિદારી કરી રહેલ શખ્સ પર છરી વડે હુમલો

copy image

copy image

રાપર તાલુકાના નીલપર સીમમાં આવેલા ભેડીયામાં ચોરીના ઇરાદે ઘૂસેલા ચાર ચોરોને ચોકિદારી કરી રહેલા ભાણીયાએ પડકારતાં તસ્કરોએ તેને પકડી માર મારવાની તૈયારી કરી ત્યારે ત્યાં ચોકિદારી કરી રહેલા તેના મામા છોડાવવા જતાં તેમને છરીના ઘા ઝીંકી તેમના ખિસ્સામાંથી રૂ.20 હજાર રોકડ ભરેલા પાકિટની લૂંટ કરી નાસી ગયા હોવાની ઘટના રાપર પોલીસ મથકે નોંધાઇ હતી . રાપરના નીલપર ખાતે રહેતા અને ગામ નજીક આવેલા ભેડીયામાં મોર્ડન મેકર્સ કંપનીમાં સીક્યુરીટી તરીકે નોકરી કરતા ફરિયાદી  એ નોંધાવેલી ફરિયાદમાં જણાવેલ કે, તા.17/5 ના રાત્રે 8 વાગ્યે તેઓ ભેડિયા પર ચોકિદારી માટે ગયા હતા, તેમનો ભાણેજ પણ તેમની સાથે રાત્રી પાળીમાં હતો. તા.18/5 ના પરોઢે તેઓ ભાણેજ સાથે બેઠા હતા ત્યારે ચાર ઇસમો ચોરી કરવાના ઇરાદે ભેડીયામાં ઘૂસ્યા હતા. જેને પડકારતા તસ્કરોએ ભાણેજને પકડી લીધો હતો તેને દોડીને તેઓ છોડાવવા ગયા તો તસ્કરો ગામના જ હતા. તેઓ ભાણેજને છોડાવવા ગયા તો બે ઇસમોએ તેમને પકડી રાખ્યા હતા એક શખ્સે છરી કાઢી તેમની કમરના ભાગે બે ઘા ઝીંકી ઇજા પહોચાડી હતી, તો એકે તેમના ખિસ્સામાંથી રૂ.20,000 રોકડ ભરેલું પાકિટની લૂંટ કરી ચારે જણા નાશી ગયા હોવાનું તેમણે ફરિયાદમાં જણાવ્યુ હતું. રાપર પોલીસે લૂંટ સહિતની કલમો હેઠળ ચારે વિરુધ્ધ ગુનો નોંધ્યો હતો. આ ઘટનામાં  આગળની તપાસ પીએસઆઇ કરી રહ્યા છે