કિશોરીનું અપહરણ કરી તેની પર વારંવાર દુષ્કર્મ ગુજારતાં શખ્સની ધરપકડ
copy image

અંજારમાં રહેનાર એક કિશોરીનું અપહરણ કરી તેની ઉપર વારંવાર દુષ્કર્મ ગુજારતાં એક શખ્સ વિરુદ્ધ પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ હતી. અંજારના વરસામેડી ફાટક બાજુ રહેનાર એક કિશોરી મોમાઇ નગર બાજુ હતી ત્યારે આરોપીએ લગ્નની લાલચ આપી લલચાવી ફોસલાવી પ્રેમજાળમાં ફસાવી હતી અને બાદમાં તેનું અપહરણ કર્યું હતું. આ શખ્સે કિશોરીને જેસલ-તોરલ સમાધિ નજીક બાવળની ઝાડીમાં તથા હોટેલમાં લઇ જઇ વારંવાર દુષ્કર્મ ગુજાર્યું હતું. પોલીસે બનાવ અંગે ફરિયાદ નોંધી આરોપીને પકડી પાડયો હતો.