મેઘપરના રહેણાક મકાન પાસેથી બાઈકની ચોરી
copy image

અંજાર તાલુકાના મેઘપર (બો) ગામે રહેતા યુવાનનું બાઈક ઈસમ તેમના મકાન પાસેથી ચોરી ગયાની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાવી હતી.પ્રાપ્ત માહિતી મુજબ અંજારના મેઘપર (બોરીચી) ગામે તુલસીધામ સોસાયટીમાં રહેતા અને પાણીનો પ્લાન્ટ ચલાવતા યુવાને તાજેતરમાં ખરીદેલું એકસેસ-૧૨૫વાળું બાઈક ગત તા.૪ના રોજ તેમના ઘર પાસે પાર્ક કર્યું હતું. ત્યાંથી કોઈ તસ્કર રૂ.૧,૦૯,૦૦૦ની કિંમતનું બાઈક ચોરી ગયાની ફરિયાદ અંજાર પોલીસમાં નોંધાવી હતી.