ભુજમાં આયસર સાથે બાઈક અથડાતાં યુવાનને ઈજા
copy image

ભુજ તાલુકાના ભખરિયા ગામે રહેતો એક યુવાન તેમના બાઈકથી ભુજ આવી રહ્યો હતો ત્યારે આયસર ગાડી સાથે બાઈક અથડાતાં યુવાનને ઈજા પહોચી હતી .પ્રાપ્ત માહિતી મુજબ ભુજ તાલુકાના ભખરિયા ગામે રહેતા યુવાન બુધવારે સવારે તેમનું બાઈક લઈને ભુજ આવી રહ્યો હતો ત્યારે મહિલા આશ્રમ પાસે આયસર ગાડી સાથે અકસ્માત સર્જાતાં તેને ઈજા થવાથી સારવાર માટે જી.કે. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.