ત્રંબો સીમમાં દેશી બંદૂક સાથે એક ઝડપાયો

dharpakd

copy image

copy image

રાપર તાલુકાના ત્રંબો ગામની કાતરાઈ સીમમાંથી એસ.ઓ.જી.એ બંદૂક સાથે શખ્સની અટક કરી હતી. કાતરાઈ સીમમાં આવેલ એક શખ્સના વાળાના બંધ ભેડિયામાં ચોકી કરતાં શખ્સ પાસે બિનઅધિકૃત રીતે હથિયાર હોવાની બાતમીના આધારે તપાસ હાથ ધરાઈ હતી. તપાસ દરમ્યાન પોલીસે આરોપી પાસેથી હાથ બનાવટની દેશી બંદૂક અંકે કરી હતી. જેની કિંમત રૂા. 5 હજાર આંકવામાં આવી છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી .