કુરનની સાઇટમાં બોલેરોથી આવેલા પાંચ શખ્સોએ કરી ડીઝલ ચોરી
copy image

ખાવડા તરફની વિવિધ સાઇટના વાહનોમાંથી ડીઝલ ચોરીના બનાવો વધ્યા છે. ત્યારે બુધવારે અડધી રાતે કુરનની સાઇટમાં બોલેરો કેમ્પરથી આવેલા પાંચ શખ્સે ડોઝર મશીનમાંથી રૂા. 9200નું ડીઝલ ચોરી નાસી ગયા હતાઆ અંગે ખાવડા પોલીસ મથકે બી.વી.એસ. કેમ્પના સાઇટ ઇન્ચાર્જએ નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 13/6ના રાત્રે પોણા બે વાગ્યા ના આરસામાં બોલેરો કેમ્પર ગાડીમાં પાંચ શખ્સ સાઇટમાં આવી ડીઝલ ચોરી કરતા ચોકીદારે જોતાં તેણે ફરિયાદીને ફોન કર્યો હતો. રોડની સામેથી આ ગાડી તેને દેખાતાં રોકાવી હતી. ગાડીના ડાલામાં ડીઝલના કેરબા અને નળીઓ હતા. અંદર પાંચેક શખ્સ બેઠા હતા. ગાડીમાંથી નીચે ઊતરવાનું કહેતાં રોડની સાઇડમાંથી ગાડી ઉતારી તેઓ નાસી છૂટયા હતા. સાઇટ પર તપાસતાં ડોઝર મશીનમાંથી આશરે 100 લિટર ડીઝલ કિં. રૂા. 9200ની તેઓ ચોરી કરી ગયાની ફરિયાદ નોંધાવી હતી .