નાના કપાયાના રેસ્ટોરન્ટમાં રૂપિયા મુદ્દે ગ્રાહક-માલિક વચ્ચે મારામારી

copy image

copy image

મુન્દ્રાના નાના કપાયા ગામે આવેલ હાજીપીર રેસ્ટોરન્ટમાં ગ્રાહક અને હોટલ માલિક વચ્ચે રૂપિયાના મામલે થયેલી બોલાચાલી વધુ ઉગ્ર બનતાં બંને પક્ષોએ સામસામે ધોકા, લોખંડની ટામી વડે હુમલો કરી ઈજા પહોંચાડયાની સામસામી ફરિયાદો મુન્દ્રા પોલીસમાં નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ મુન્દ્રાના બારોઈ સોસાયટી વિસ્તારમાં ગોકુલમ સોસાયટીમાં રહેતા શખ્સ તથા યુવાનો બુધવારે બપોરના અરસામાં નાના કપાયામાં આવેલી હાજીપીર રેસ્ટોરન્ટમાં ભોજન કરવા ગયા હતા. જ્યાં બંનેએ ભોજન કર્યા પછી જમવાના રૂપિયાના મામલે હાજીપીર રેસ્ટોરન્ટના માલિક લિયાકત, કાઉન્ટર પર બેઠલો શખ્સ અને હોટલના અન્ય બે અજાણ્યા શખ્સો સાથે બોલાચાલી થવા પામી હતી. બાદમાં આ મામલો વધુ બિચકતાં લાકડાંના ધોકા વડે બંને યુવાનો પર હુમલો કરી ઈજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ પોલીસમાં નોંધાવી હતી. જ્યારે સામાપક્ષે સાડાઉ ગામે નૂર મસ્જિદની પાછળ રહેતા અને મૂળ મીઠીરોહરના તથા હોટલ ધરાવતા હોટલના માલિક એ પોતાના ઉપર તથા તેના પુત્રને ગાળો ભાંડી ધકબુશટનો માર મારી, લોખંડની ટામી વડે હુમલો કરી યુવાન અને તેની સાથેના બે અજાણ્યા શખ્સોએ હુમલો કરી મૂઢ ઈજાઓ પહોંચાડ્યાની ફરિયાદ મુન્દ્રા પોલીસમાં નોંધાવતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.