ભુજમાં મોર્નિંગ વોક કરતા યુવાન પર અજાણ્યા શખ્સનો હુમલો

copy image

ભુજમાં એક યુવાન આર.ટી.ઓ પાસે મોર્નિંગ વોક કરી રહ્યો હતો તે દરમિયાન અજાણ્યા શખ્સ તેના ઉપર હુમલો કર્યો હતો . પ્રાપ્ત માહિતી મુજબ ભુજની લોટસ કોલોનીમાં રહેતો યુવાન વહેલી સવારે તેના ઘરેથી મોર્નિંગ વોકમાં નીકળ્યા પછી તે આર.ટી.ઓ. સર્કલ પાસેથી પસાર થતો હતો ત્યારે અજાણ્યા શખ્સે તેના માથા પર કપડું ઢાંકીને માર મારતાં યુવાનને ઈજા થવાથી સારવાર માટે જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બી ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.