વડસર ગામની પરિણીતાના વાળ હલરમાં ફસાઈ જતાં ઘાયલ
અબડાસા તાલુકાના વડસર ગામે રહેતી એક પરિણીતા ખેતરમાં મગફળી કાઢતા હલર મશીનમાં તેણીના વાળ આવી જતાં તેને માથામાં ઈજા પહોચી હતી . પ્રાપ્ત માહિતી મુજબ અબડાસા તાલુકાના વડસર ગામે રહેતી મહિલા ખેતરમાં કામ કરતી હતી ત્યારે ખેતરમાં મગફળી કાઢવા માટે હલર મશીન ચાલુ હતું, જેમાં પરિણીતાના વાળ ફસાઈ જતાં તે હલરમાં અથડાતાં તેણીને માથામાં ઈજા થવાથી સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બનાવ અંગે વાયોર પોલીસ વધુ તપાસ હાથ ધરી હતી