અંજારની બજારમાં મહિલા ના ગળા માંથી 30 હજાર ના ચેનની ચીલ ઝડપ
copy image

અંજારની ખત્રી બજારમાં મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા ઇસમોએ મહિલાના ગળામાંથી સોનાંની ચેઈનની ચીલઝડપ કરી હોવાનો મામલો પોલીસ મથકે નોંધાયો હતો. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ , ફરિયાદી સવારે 11.45 વાગ્યાના અરસામાં બે પુત્રવધૂઓ સાથે ખત્રી બજારમાં ખરીદી અર્થે આવ્યા હતા. સાડીઓની દુકાન આગળ ગલીમાં બહાર ફરિયાદી સાડીઓ જોતા હતા તે દરમ્યાન બલૂ રંગની મોટરસાઈકલ ઉપર આવેલા બે અજાણ્યા ઇસમોએ તેમના ગળામાંથી સોનાની ચેઈનની ચીલઝડપ કરી નાસી ગયા હતા. પોલીસે રૂા.30 હજારની ચેઈન ઝૂંટવી જનારાઓને પકડવા ચક્રો ગતિમાન કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી