ટુંડામાં અજાણ્યા યુવાનની લાશ મળી : ગંભીર બીમારી કે અસહ્ય ગરમીના લીધે મોત

copy image

copy image

copy image
copy image

બે દિવસ પહેલાં મુંદરામાં ભારે ગરમી વચ્ચે આધેડે જીવ ગુમાવ્યાના બનાવના બીજા જ દિવસે મુંદરા તાલુકાના ટુંડામા પણ અસહ્ય ગરમી કે ગંભીર બીમારીના લીધે મૃત અવસ્થામાં અજાણ્યા યુવાનની લાશ મળી હતી . આ અંગે  મુંદરા પોલીસ મથકે, વેપારી એવા ફરિયાદીએ નોંધાવેલ ફરિયાદ મુજબ તા. 14/6ના બપોરે બે વાગ્યાની આસપાસ ટુંડા ગામના ગેટની બાજુમાં પાણીની ટાંકી પાસે અજાણ્યો પુરુષ મૃત અવસ્થામાં મળ્યો હતો. તે કોઈ ગંભીર બીમારી કે અસહ્ય ગરમીના લીધે મૃત્યુ પામ્યો હતો. મુંદરા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી મૃતકની ઓળખ જાણવા તપાસ હાથ ધરી હતી.