ખાવડામાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતો અબડાસાનો યુવક ટ્રક તળે કચડાયો
ખાવડામાં સોલાર એનર્જી પ્રોજેક્ટ અદાણી ગ્રીનમાં પેટા કોન્ટ્રાક્ટર પાસે અબડાસા તાલુકાના રવાનો યુવક સુપરવાઈઝર તરીકે નોકરી કરતો હતો. નોકરી દરમ્યાન તે ટ્રક તળે કચડાઈ ગંભીર રીતે ઘાયલ થતા તેનું મુત્યુ નીપજયું હતું.નવયુવાન સોલાર એનર્જી પ્રોજેક્ટ અદાણી ગ્રીન – ખાવડામાં પેટા કોન્ટ્રાક્ટર પાસેની સુપરવાઈઝરની નોકરી દરમ્યાન સવારના 10 વાગ્યાના અરસામાં તે ટ્રક ખાલી કરાવી તેની પાસેની રોયલ્ટીમાં સહી મેળવીને ખાલી સાઈડથી નીકળતો હતો ત્યારે ટ્રક ચાલુ કરીને નીકળતા તે ટ્રક તળે કચડાઈ ગયો હતો. ગંભીર રીતે ઘાયલ યુવાન પ્રથમ અદાણી ખાતે આવેલી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપીને ભુજની ખાનગી હોસ્પિટલે ખસેડાયા બાદ જી. કે. જનરલ હોસ્પિટલમાં લઈ અવાતા ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો મૃતકના કુટુંબી ભાઈએ હોસ્પિટલની પોલીસ ચોકીએ નોંધાવતા ખાવડા પોલીસને જાણ કરાઈ હતી .