ભુજમાં માતા અને આઠ વર્ષની પુત્રીએ ઝેરી દવા પી અંતિમ પગલું લેતાં અરેરાટી
copy image

ભુજ પત્નીની કેન્સરની બીમારીથી માનસિક રીતે ભાંગી પડેલા પતિએ દોઢેક માસ પૂર્વે ગળેફાંસો ખાઇ મોતને વહાલું કરી લીધું હતું. વિધિની વક્રતા તો જુઓ, પતિના આ રીતે મોતથી હતાશ થઇ સતત ચિંતિત રહેતી તેની પત્નીએ તેની આઠ વર્ષની એકની એક પુત્રીને રાતના આરસામાં ઝેરી દવા પીવડાવી અને પોતે પીને બંનેના મોતથી માંડવિયા પરિવાર પર આભ તૂટી પડયું હતું .પ્રાપ્ત માહિતી મુજબ ભુજના આશાપુરા સ્કૂલ પાસે, ઓધવ રેસિડેન્સી પાસે રહેતા શખ્સનાં પુત્રના મોતના દુ:ખમાંથી હજુ બહાર પણ આવ્યા ન હતા ત્યાં તેમનો માળો પીંખાઇ ગયો હતો . પતિના મોતથી નિરાશાની ગર્તામાં ધકેલાયેલા શખ્સના પુત્રવધૂ મધ્યરાતે પોતે અને તેમની દીકરી એટલે વિનોદરાયની આઠ વર્ષની પૌત્રીને ઝેરી દવા પીવડાવી દીધી હતી. આથી બંનેને સારવાર અર્થે ભુજની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત નીવડે તે પહેલાં પુત્રીએ સવારના અને માતાએ બપોરે દમ તોડી દીધો હતો. દોઢેક માસમાં જ પતિ-પત્ની અને પુત્રી આ રીતે જીવાદોરી ટૂંકાવી લેતાં પરિવાર અને વિસ્તારમાં અરેરાટી સાથે ગમગીની છવાઇ હતી . એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધ્યો હતો .