દારૂની ડીલેવરી આપવા માધાપર આવતા માંડવી નો શખ્સ ઝડપાયો
copy image

માંડવીનો બુટલેગર શરાબની ડિલિવરી આપવા માધાપર આવતાં એલસીબીએ બાતમીના આધારે શરાબની 240 બોટલ સાથે તેને પકડી લીધો હતો. એલસીબીની ટીમ પેટ્રાલિંગમાં હતી ત્યારે ખાનગી બાતમી મળી હતી કે, હાલ માધાપરમાં બાપાદયાળુ નગર મધ્યે કારથી શરાબનો જ બુટલેગર જથ્થો ભરી એક શખ્સ ને આપવા આવ્યો છે. આ બાતમીના આધારે એલસીબીની ટીમે બુટલેગરને શરાબની અલગ-અલગ બ્રાન્ડની 240 બોટલ કિં. રૂા. 84,000 તથા આઇ-20 કાર કિં. રૂા. બે લાખ અને બે મોબાઇલ કિં. રૂા. 10,000 એમ કુલે રૂા.2,94,000ના મુદ્દામાલ સાથે ઝડપી લીધો હતો જ્યારે સહઆરોપી હાજર મળ્યો ન હતો. .