ભીમાસરમાં બે શખ્સો પર કંપનીના સિક્યોરિટી ગાર્ડ દ્વારા છરીથી હુમલો

Chaku-Attack

copy image

copy image

અંજાર તાલુકાના ભીમાસર ગામમાં આવેલી ખાનગી કંપનીના સિક્યોરિટી ગાર્ડ દ્વારા કોઈ કારણોસર છોટા હાથી ના ચાલક સહિત બે યુવાન પર છરીથી હુમલો કરીને ગંભીર ઇજાઓ પહોંચાડી હોવાનું જાણવા મળ્યું હતું. ઈજાગ્રસ્ત એક યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ ઉપરાંત પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ ભીમાસર ગામમાં સ્થિત ખાનગી કંપનીના સિક્યોરિટી ગાર્ડે ગામના બે યુવાન પર કંઈપણ બોલાચાલી થયા વિના જ છરીથી હુમલો કરી દીધો હતો. જેના પરિણામે એક યુવાનને પેટના ભાગે ગંભીર ઇજાઓ થઈ હતી. તેથી યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. કંપનીમાં ખાનગી સિક્યોરિટી એજન્સીમાં નોકરી કરતા શખ્સ દ્વારા યુવાન પર હુમલો કરવામાં આવતાં ગ્રામજનોમાં પણ ભારે રોપની લાગણી ફેલાઈ હતી. બનાવમાં ઘવાયેલા યુવાનને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો તેમજ શખ્સ સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ તજવીજ હાય ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, સમગ્ર ઘટનાના વીડિયો તેમજ ફોટો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પંથકમાં ચકચાર મચી ગઇ હતી.