સામખિયાળી ટોલ નાકા પાસે યુવાન પર પાઇપથી હુમલો
copy image

સામખિયાળી ટોલ નાકા પાસે યુવાન પર બે શખ્સ દ્વારા લોખંડના પાઈપથી હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં યુવાન ઘાયલ થતાં તેને ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ અંગે ભુજની જી.કે.જનરલ હોસ્પિટલની પોલીસ ચોકીમાંથી પ્રાપ્ત થતી વિગતો અનુસાર યુવાન તા. ૧૬ના સવારે ૯:૩૦ વાગ્યાના અરસામાં સામખિયાળી ટોલ નાકા પાસે હતો, ત્યારે બાઈક પર બે અજાણ્યા શખ્સો ત્યાં આવ્યા હતા અને તેમણે યુવાનને લોખંડના પાઈપથી મારતાં યુવાનને હાથના ભાગે ઈજાઓ થતાં હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.