લાકડિયા નજીક અજાણ્યા વાહન અડફેટે બાઇક ચાલક ઘાયલ થતા ફરિયાદ નોંધાઇ

copy image

copy image

અંજાર ભચાઉ તાલુકાના લાકડિયા પાસે હાઇવે પર પૂરપાટ જતા અજાણ્યા વાહન ચાલકે બાઈક ચાલકને અડફેટે લેતાં બન્ને પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઇજાઓ પહોંચી હોવાની ઘટના પોલીસ મથકે નોંધાઈ હતી. રાપરના પગીવાંઢનો રહેવાસી 30 વર્ષીય ગંગારામભાઈ દેવજીભાઈ કોલી તા.28/6 ના ભરતભાઈ મકવાણાની બાઈક લઈ રાપરથી બાલાસરી વાંઢ લીમડા જોવા નિકળ્યા હતા. ત્યાંથી તેઓ સામખિયાળી તરફ જઈ રહ્યા હતા ત્યારે લાકડિયા નજીક હાઇવે પર આવેલી ભેરૂનાથ હોટલ સામે પાછળથી પૂર ઝડપે જઈ રહેલા અજાણ્યા વાહન ચાલકે તેમની બાઈક અડફેટે લેતાં તેઓ નીચે પડ્યા હતા અને તે વાહનના પૈડા તેમના પગ ઉપરથી ફરી વળતાં તેમને બન્ને પગમાં ફ્રેક્ચર સહિતની ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને સામખિયાળી સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ રીફર કરાયા હતા. તેમણે અકસ્માત સર્જી ભાગી ગયેલા અજાણ્યા વાહન ચાલક સામે લાકડિયા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.