મોટી ખોંભડીમાં સાપે ડંખ મારતા યુવાનનું  સારવાર હેઠળ મોત

copy image

copy image

copy image
copy image

સર્પ પકડવા માટે અનુભવી એવો મોટી ખોંભડીનો આશાસ્પદ યુવાન પરેશ છગનલાલ વાઘેલા સર્પ પકડીને સીમમાં મુકવા જઈ રહ્યો હતો ત્યારે રસ્તામાં આ  જ કાળોતરાએ તેને દંશ મારતા સારવાર હેઠળ તેનું મોત નિપજ્યું હતું. આથી પંથકમાં અરેરાટી પ્રસરી  છે. નખત્રાણા પોલીસ સ્ટેશને આ ઘટના અંગે નોંધાયેલ ફરિયાદ  મુજબ મોટી ખોંભડીના પરેશ  છગનલાલ  વાઘેલા(ઉ.વ. 29)  ગત શુક્રવારની રાતના અરસામાં નાની ખોંભડી ગામે હરિભાઈ સામતભાઈ દાફડાના ઘરે કાળોતરો સર્પ નીકળતા તેને પકડવા ગયા અને સર્પને પકડી અન્યત્ર સીમતળ વાડીમાં છોડી મૂકવા જતા રસ્તામાં સર્પ તેને … તો. રાત્રે 11 વાગ્યાના સમયે તેની તબિયત લથડતાં સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં લઈ જવાયો ત્યાં સારવાર હેઠળ રાત્રે  2.40 વાગ્યે તેણે દમ તોડયો હતો.  પ્રાપ્ત માહિતી મુજબ હતભાગી પરેશ સર્પ પકડવાના કામનો અનુભવી હતો. આશાસ્પદ શ્રમિકના હજી લગ્ન પણ થયા ન હતા. ઘટનાને પગલે નખત્રાણા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો દાખલ કરાયો હતો.