લેન્ડ ગ્રેબિંગના બે કેસમાં બે ઈસમના આગોતરા મંજૂર
copy image

લેન્ડ ગ્રેબિંગના જુદા-જુદા બે કેસમાં બે આરોપીએ કરેલી આગોતરા જામીન મળેવવાની અરજી ખાસ કોર્ટે મંજૂર કરતો હુકમ કર્યો હતો. ભુજ તાલુકાના સુખપર ગામમાં વીરજી શામજી રાબડિયા સામે પ્લોટ પર ગેરકાયદે કબજો કરી રહેણાકનું મકાન બનાવ્યા અંગે રતનબેન માવજી રાબડિયાએ લેન્ડ ગ્રેબિંગ હેઠળ ફરિયાદ નોંધાવી હતી, જે બાબતે આરોપી વીરજીભાઈએ પ્લોટ વડીલોપાર્જિત હોવાના આધાર-પુરાવા રજૂ કરી આગોતરા જામીન મેળવવા અરજી કરી હતી. લેન્ડ ગ્રેબિંગ કોર્ટે તમામ દલીલ સાંભળ્યા બાદ આગોતરા જામીન મંજૂર કર્યા હતા. બીજીબાજુ આરોપી દીપક વરચંદ ધોળુ-દહેગામવાળાએ અદાણી ગ્રીન એનર્જી કંપનીની જમીન પર કબજો કર્યો હોવાના કેસમાં આરોપી દીપક ધોળુએ જમીન કંપનીના કબજામાં હોવાની હકીકતો જણાવી આગોતરા મેળવવા અરજી કરી હતી. કોર્ટે આધાર-પુરાવા અને દલીલોના આધારે તે મંજૂર કરી હતી. આ કેસમાં બંને અરજદાર વીરજીભાઈ રાબડિયા તથા દીપક ધોળુના વકીલ તરીકે મહેન્દ્ર દયારામ ઠક્કર, કુલીન જેન્તીલાલ ભગત, ચિંતલ મહેન્દ્રભાઈ ઠક્કર તથા કોમલ ચંદ્રેશભાઈ ઠક્કરે હાજર રહી દલીલો કરી હતી