ભુજ, માકૂવા અને માંડવીની વાહન ચોરી અંગે કિશોર કાયદાના સંઘર્ષમાં

hathkadee

copy image

copy image

ભુજ, માનકૂવા તથા માંડવી પોલીસ મથકમાં વાહન ચોરી અંગે નોંધાયેલા ગુનામાં સંડોવાયેલો અને કાયદાના સંઘર્ષમાં આવેલો કિશોર ઝડપાતાં વાહન ચોરીના ચાર ગુનાનો ભેદ ઉકેલાયો હતો. બી-ડિવિઝન પોલીસે એક્ટિવા  તથા ત્રણ બાઈક  જપ્ત કર્યા હતા. પ્રાપ્ત માહિતી  મુજબ, ભુજમાં થયેલી એક્ટિવા ચોરીની તપાસમાં પરોવાયેલી પોલીસને  બાતમી મળી  હતી કે, આત્મારામ સર્કલથી ભુજિયા રિંગરોડ તરફ એક ઈસમ વાહન લઈને જઈ રહ્યો હતો. પોલીસે બાતમીના આધારે હાથ ધરેલી કાર્યવાહીમાં કિશોર ઝડપાયો હતો, તેની યુક્તિ-પ્રયુક્તિથી પૂછપરછ કરતાં ભુજ,  માનકૂવા અને માંડવીમાં  પણ  તેણે વાહન ચોરી કર્યા હોવાની કબૂલાત આપી હતી. પોલીસે તેની પાસેથી કુલ ચાર  વાહન કબજે કરી કાયદેસરની  કાર્યવાહી હાથ ધરી હતી.