ભચાઉ અને વરસામેડીમાંથી  દારૂનો જથ્થો  ઝડપાયો  

daru2

copy image

copy image

અંજારના વરસામેડી સીમમાં આવેલા બાગેશ્રીનગર-1 ના મકાનમાં પોલીસે બાતમીના આધારે પાડેલા દરોડામાં રૂ.67 હજારની કિંમતનો વિદેશી શરાબનો જથ્થો મળી આવ્યો હતો પણ આરોપી હાજર મળ્યો ન હતો. તો ભચાઉ એપીએમસી પાછળ બાવળની ઝાડીઓ વચ્ચે કારમાં લઇળ અવાયેલો દારુનો જથ્થો સંતાડાઇ રહ્યો હતો ત્યારે જ પોલીસ પહોંચતાં આરોપીઓ નાસી છૂટયા હતા, પોલીસે રૂ.34 હજારની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી ગુનો નોંધ્યો હતો. અંજાર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ દરમિયાન વરસામેડી સીમમાં આવેલા બાગેશ્રીનગર-1 ઓમનગર પાસે પહોંચી ત્યારે હેડકોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ જાડેજા અને કોન્સ્ટેબલ હિતેન્દ્રસિંહ ઝાલાને સંયુક્ત બાતમી મળી હતી કે, બાગેશ્રીનગર-1 ના મકાન નંબર-31/બી માં રહેતો કાનજી ઉર્ફે કાના વેલા બઢિયા પોતાના રહેણાક મકાનમાં વિદેશી દારૂ ઉતારી વેપલો કરે છે. આ બાતમીના આધારે તેના રહેણાકમાં દરોડો પાડતાં રસોડામાંથી રૂ.67,200 ની કીંમતના વિદેશી શરાબની અલગ અલગ બ્રાન્ડની 192 બોટલો મળી આવી હતી પણ આરોપી કાનો દરોડા સમયે હાજર મળ્યો ન હતો. તો ભચાઉ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહેલી એલસીબીની ટીમ નવા બસ સ્ટેશન પાસે પહોચી ત્યારે બાતમી મળી હતી કે લાયન્સ નગર જતા રસ્તા પર કોલી સમાજવાડી આસપાસ આવેલી બાવળની ઝાડીઓ વચ્ચે ફોર વ્હીલરમાં ગુટખાની બેગમાં દારૂની હેરાફેરી કરાઈ રહી છે. આ બાતમીના આધારે તે જગ્યાએ દરોડો પાડી તપાસ કરતાએક સફેદ કલરની કાર એપીએમસી પાછળ ચાલુ હાલતમાં ઉભી હતી. પોલીસને જોઈ કારમાં સવાર થઇ અમુક ઇસમો ભાગી ગયા હતા. પોલીસે ત્યાં જઈ રૂ.34,450 ની કિંમતના વિદેશી દારૂની 237 નાની મોટી બોટલો જપ્ત કરી નાસી ગયેલા ગાડીના ચાલક અને તપાસમાં જે નીકળે તેના વિરૂધ્ધ ભચાઉ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે બન્ને બનાવમાં દારૂની નાની-મોટી 429 બોટલ ઝડપી પાડી હતી.