કચ્છમાં અકસ્માતે ચાર જણે પ્રાણ ગુમાવ્યા
copy image

ગાંધીધામના ખોડીયાર નગર વિસ્તારમાં રહી ડી માર્ટમાં કામ કરનારા યુવાનનું મોત થયું હતું. ગાંધીધામના ક્રોમાના શોરૂમ સામે ટાગોર રોડ ઉપર ઈફકો લખેલ બસએ બાઈકને હડફેટમાં લેતાં વિનયકુમાર રામકુમાર નાઈ નામના યુવાન નું મોત થયું હતું. તેના ભાઈને ઈજાઓ પહોંચી હતી.આ યુવાનને નોકરીએ જવાનું હોવાથી તેનો મોટો ભાઈ અને બનાવ નો ફરીયાદી કિશનકુમાર બાઈક લઈને ઘરેથી નીકળ્યા હતા. તેમનું બાઈક ક્રોમા શોરૂમની સામે ટાગોર રોડ ઉપર પહોચ્યું હતું બાઈક ચાલક માર્ગ ઓળંગવા જતાં ગુડ્ઝ શેડ બાજુથી દોડતી આવતી ઈફકો લખેલી બસએ આ બાઈકને હડફેટમાં લીધી હતી. જેમાં બન્ને ભાઈઓને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. બન્નેને સારવાર અર્થે ખસેડાયા બાદ વિનયકુમારને સારવાર દરમ્યાન ફરજ પરના તબિબે મૃત જાહેર કર્યો હતો જ્યારે તેના ભાઈને સારવાર હેઠળ રખાયો હતો.બીજી બાજુ સામખિયાળીમાં માર્ગ ઓળંગતા સંપત પુંજાભાઈ મકવાણા (ઉ.વ.50)ને અજાણ્યા વાહને હડફેટમાં લેતાં આ આધેડે જીવ ખોયો હતો. અહીં રહી છુટક મજુરી કરનાર સંપત મકવાણા નામના આધેડ ગત તા.3/7ના રાતના અરસામાં માર્ગ ઓળંગી રહ્યા હતા તે દરમ્યાન કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેમને હડફેટમાં લેતાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી. તેમને સારવાર અર્થે લઈ જવાતાં ફરજ પરના તબિબે મૃત જાહેર કર્યા હતા. હિટ એન્ડ રનના આ બનાવમાં અજાણ્યા વાહનના ચાલક વિરૂદ્ધ જગદીશ મકવાણાએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. અપમૃત્યુનો એક બનાવ શિણાય નજીક કેનાલમાં ડુબી જતાં શામજી રામજી વાઘમશી (ઉ.વ.58)નું મોત નીપજયું હતું. શિણાય ગામ નજીક નર્મદા કેનાલના સાયફન પાસે બન્યો હતો. શિણાયમાં રહેનાર શામજીભાઈ વાઘમશી નામના આધેડ બપોરના અરસામાં આ કેનાલ બાજુ હમતા દરમ્યાન અકસ્માતે કેનાલમાં પડી જતાં ડુબી જતાં તેમનું મોત થયું હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યુ હતું બીજી તરફ મુંદરા તાલુકાના ભદ્રેશ્વર પાસે બાઈક સ્લીપ થયા બાદ ઘવાયેલા જખુભા રાસુભા જાડેજા (ઉ.વ.69)નું મૃત્યુ થયું હતું બીજી બાજુ ભદ્રેશ્વર નજીક થયેલા અકસ્માત અંગે મુંદરા મરીન પોલીસે આપેલી વિગતો મુજબ ગત તા.22/6ના હતભાગી જખુભા પોતાની મોટરસાઈકલથી જઈ રહ્યા હમતા ત્યારે ભદ્રેશ્વર-હટડી માર્ગ પર પોર્ટબીઝ કંપની નજીક પહોંચ્યા ત્યારે બાઈક સ્લીપ થઈ હતી જેમાં તેમને ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચી હતી, જેના પગલે તેમનું મોત થયું હતું. પોલીસે અકસ્માત મોત અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.