કેટલાક દિવસોથી માદક પદાર્થનાં પેકેટ મળી રહ્યાં છે શું આની પાછળ કર્મચારીઓની મિલીભગત તો નથી ને?
કચ્છના દરિયાઇ વિસ્તારમાંથી છેલ્લા કેટલાક દિવસોથી માદક પદાર્થનાં પેકેટ મળી રહ્યાં છે, ત્યારે આ સિલસિલો યથાવત રહ્યો હોય તેમ બીએસએફ અને એનસીબી-અમદાવાદની ટીમને સર્ચ ઓપરેશન દરમ્યાન જખૌ વિસ્તારના અલગ-અલગ ટાપુઓ તથા ક્રીકમાંથી નવ ડ્રગ્સનાં પેકેટ મળ્યાં હતા . ચાલુ વર્ષે ગત મહિનાની 8મી જૂનથી કચ્છના દરિયાઇ વિસ્તારમાંથી બિનવારસુ હાલતમાં રઝળતા ડ્રગ્સનાં પેકેટ મળવાનાં ચાલુ થયા બાદ વિવિધ સુરક્ષા એજન્સીઓ, કોસ્ટલ ક્ષેત્રની પોલીસે દરિયાઇ ક્ષેત્ર ખૂંદી વળતાં કરોડોની કિંમતનાં ડ્રગ્સનાં પેકેટ મળ્યાં હતાં. થોડા દિવસના વિરામ બાદ ફરી નવ ડ્રગ્સનાં પેકેટ મળવાના સમાચાર સામે આવ્યા હતા . સીમા સુરક્ષા દળના જવાનો તથા એનસીબી-અમદાવાદની ટીમ જખૌના વિવિધ ટાપુઓ તથા ક્રીક વિસ્તારમાં સર્ચ ઓપરેશન કરી રહ્યા હતા ત્યારે અલગ-અલગ સ્થળેથી માદક પદાર્થનાં કુલ મળીને નવ પેકેટ મળ્યાં હતાં, જેનું વજન 10 કિલો થવા જઇ રહ્યાનું બીએસએફના સૂત્રો દ્વારા જાણવા મળ્યું હતું.