ભારાપરમાં ખાણમાંથી કટર મશીનના કોપર વાયરની ચોરી
copy image

ભુજ તાલુકાના ભારાપર પર રહેતા આધેડની માલિકીના ત્રણ કટર મશીનોમાંથી તસ્કર રૂ.૪૫ હજારની કિંમતનો કોપર વાયર ચોરી કરી ગયાની ફરિયાદ માનકુવા પોલીસમાં નોંધાવી હતી.ભુજ તાલુકાના ભારાપર (રેહા રોડ) માં રહેતા અને ખેતીકામ કરતા અમિનભાઈ બાવલાભાઈ રાયમા નામના પર વર્ષના આપેડની ખાણમાં તસ્કર ગત તા.પની રાત્રી દરમ્યાન ખાણમાં પ્રવેશ કરી અલગ-અલગ ત્રણ કટર મશીનમાં ફીટ કરવામાં આવેલા રૂ.૪૫ હજારની કિંમતનો આશરે ૪૫૦ મીટર કોપર વાયર ચોરી કરી ગયાની ફરિયાદ માનકુવા પોલીસ મથકે નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.