ગજોડમાં ફરી સોલાર પ્લાન્ટમાંથી 1.62 લાખની વાયર ચોરી

copy image

copy image

ભુજ તાલુકાના ગજોડ ગામે થોડા દિવસ પૂર્વે સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરીની ફરિયાદ નોંધાઇ હતી, જેનો હજુ ભેદ ઉકેલાયો નથી, ત્યાં ફરી અન્ય એક સોલાર પ્લાન્ટમાંથી 1.62 લાખના વાયરની ચોરી થયાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે સુમીટોમો કંપનીમાં કામ કરતા મયૂરભાઇ જોશીએ નોંધાવેલ ફરિયાદ મુજબ ગજોડની સીમમાં આવેલા તેમની કંપની ના સોલાર પ્લાન્ટમાંથી તા. 6/7ના રાતથી બીજા દિવસની સવાર દરમ્યાન કોઇ અજાણ્યા ચોર ઇસમે એચ.જે.ડી. કોલેજ બાજુ આવેલી આઠ સોલાર પેનલોના વાયર 3600 મીટર જેની કિંમત રૂા. 1,62,000 કાપીને લઇ ગયા છે. માનકૂવા પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી . અત્રે નોંધનીય છે કે, થોડા દિવસ અગાઉ જ ગજોડના અન્ય એક સોલાર પ્લાન્ટમાંથી વાયરની ચોરી થઇ હતી. આ અહીં તસ્કરોએ ધામા નાખ્યા હોય તેવો તાલ સર્જાયો છે.