ગાંધીધામમાં જાહેરમાં પત્તા રમતા પાંચ શખ્સો ઝડપાયા

copy image

copy image

ગાંધીધામના સુંદરપુરી તલાવડી વિસ્તારમાં જાહેરમાં પત્તા ટીંચતા પાંચ ખેલીને પોલીસે પકડી પાડી રૂા. 10,400 કબ્જે કર્યા હતા. ગાંધીધામની સ્થાનિક પોલીસે સુંદરપુરી તલાવડી વિસ્તારમાં હનુમાન મંદિરથી આગળ એક શેરીમાં છાપો માર્યો હતો. અહીં જાહેરમાં પત્તા ટીંચતા જીવણ જીવા વાઘેલા (વણકર), જયેશ મનુ રાઠોડ, દલા ખેતા વણકર, વિનોદ ભાણા સોલંકી તથા ગાંડાભાઇ નથુ વણકર નામના શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી. તીનપત્તીનો જુગાર રમતા અને પોલીસને હાથે ઝડપાયેલા શખ્સો પાસેથી રોકડ રૂા. 10,400 તથા ચાર મોબાઇલ એક કુલ રૂા. 20,900નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો.