ભચાઉના 3 ગામની પાંચ પવનચક્કીમાંથી કેબલની ચોરી
copy image

ભચાઉના આંબલિયારા, જંગી અને શિકારપુર ગામની સીમમાં આવેલી પાંચ પવનચક્કીઓમાંથી રૂ.84 હજારની કિંમતના કેબલ અને ટ્રાન્સફોર્મર ઓઇલની તસ્કરો ચોરી કરી ગયા હતા. સિક્યુરિટી ગાર્ડ મનુભા હેતુભા જાડેજાએ નોંધાવેલ ફરિયાદ મુજબ, તા.6/7 ના રાતના અરસામાં પેટ્રોલિંગ દરમિયાન આંબલિયારા સીમમાં આવેલી એસ-102 નંબરની પવનચક્કી બહાર એચટી યાર્ડમાં લાગેલા ટ્રાન્સફોર્મર રૂ. 6,900ની કિંમતનો 138 મીટર કોપર કેબલ તથા એસ-51 નંબરની પવનચક્કીમાંથી રૂ.4,550 ની કિંમતનો 91 મીટર કેબલ ચોરી થયો હતો. ત્યારબાદ તપાસ કરતાં જંગી સીમમાં આવેલી પવન ચક્કી નંબર-એસ-18 માંથી રૂ.2,250 ની કિંમતનો 45 મીટર કેબલ, એસ-153 માંથી 46,400 ની કિંમતનો 928 મીટર 240 સ્કવેર એમએમનો કેબલ તેમજ રૂ.3,100 ની કિંમતનો 62 મીટર 185 સ્કવેર એમએમનો કેબલ, રૂ.15,300 ની કિંમતનો 306 મીટર 300 એમએમ કેબલ, શિકારપુર ગામની સીમમાં આવેલી પવનચક્કી નબર એસ-216 માંથી રૂ.3,400 ની કિંમતનો 300 એમએમનો 68 મીટર કેબલ, તેમજ રૂ.2,000 ની કિંમતનું ટ્રાન્સફોર્મર ઓઈલ મળી કુલ રૂ.83,900 ની કિંમતના કેબલ અને ટ્રાન્સફોર્મર ઓઈલની ચોરી તસ્કરો કરી ગયા હતા