કેરા ધારેશ્વર મહાદેવ મંદિર સેવા ટ્રસ્ટ ખાતે વૃક્ષારોપણ કરાયું

કેરા તા,10,7,24 નાં રોજ સાંજે 5 કલાકે કેરા ખાતે ખારીવીડી ઉગમણી સીમમાં એક કિલોમીટર ના અંતરે આવેલ ચિત્રાજળ સીમમાં લગભગ 450 થી 500 ફૂટ જેટલા ઊંચા રળિયામણા ડુંગર ઉપર આવેલ શ્રી ધારેશ્વર મહાદેવ મંદિરે મોદી સાહેબે સારું કરેલ અભિયાન એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષા રોપણ કરવામાં આવ્યું જેમાં ભુજ મંદિરનાં સંતો, કેરા કુંદનપુર મંદિરનાં શાખ્યયોગી બાઈઓ કચ્છ સાંસદ વિનોદભાઈ ચાવડા, અજાર મત વિસ્તાર નાં ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા, કચ્છ જિલ્લા ભાજપ પ્રમુખ દેવજીભાઈ આહિર, કેરા કુંદનપુર નાં સરપંચ મદનગીરી ગોસ્વામી, ઉપ સરપંચ ગિરિરાજસિંહ જાડેજા, કેરા સ્વામિનારાયણ મંદિરના પ્રમુખ હરીશભાઈ ખેતાણી, ભૂપાભાઈ વાગડીયા તેમજ તેમની તમામ ફેમિલી, H.J.D. કોલેજના ચેરમેન જગદીશભાઈ હાલાઈ, અગ્રણીઓ નવીનભાઈ પાંચાણી, ઘનશ્યામભાઈ ટપરીયા, kklp સ્કૂલના પ્રમુખ દેવેન્દ્રભાઈ વગજીયાંણી, રવજીભાઈ કેરાઈ, રાધેશ્યામ(રવજીભાઈ), વિનોદભાઈ પાંચાણી, માનવ જ્યોતના સંસ્થાના સહદેવસિહ જાડેજા સુમીટુમો કંપની સ્ટાફ, સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ ગામ લોકો અગ્રણીઓ વાડી વિસ્તારના લોકો આ વૃક્ષારોપણ માં હાજર રયા હતા અને પોતાના હાથે વૃક્ષારોપણ કર્યું હતું હાલ 350 જેટલા રોપા નું વાવેતર કરાયું હતું હાલ મંદિરનું કામ ચાલુ છે જે થોડા ટાઈમ માં પૂરું થઈ જશે ત્યાર આવતી મહા શિવરાત્રી નાં રોજ શિવલિંગ ની સ્થાપના કરાશે તેવું ભૂપાભાઈ એ જણાવ્યું હતું ઊંચાઈ પર હોવાથી હાલ વરસાદ ટાઈમે નીચે ચારે બાજુ હરિયાળી છવાઈ ગઈ હોવાથી હિલ જેવો અદભુત નજારો જોવા મળે છે તો આ કામ અને મંદિરનુ નિર્માણ કરવા બદલ વિનોદભાઈ ચાવડા તેમજ સંતોએ ભૂપાભાઈ ને અભિનંદન પાઠવ્યા હતા