શિરાચા વાડી વિસ્તારમાં વીજળી ત્રાટકતાં ખેત મજુરનું મોત

copy image

copy image

મુન્દ્રા તાલુકાના સિરાચા મુકામે વાડી વિસ્તારમાં  સાંજના અરસામાં  ખેતમજુર પર વીજળી ત્રાટકતાં સારવાર મળે તે પહેલાં તેને મોત આંબી ગયું હતું. હતભાગી મૃતકના મોટાભાઈ સુરેશ શાંતિલાલ નાયકાને ટાંકીને પ્રાપ્ત વિગત મુજબ બનાવ તા. 9/7ના સાંજે છ વાગ્યાના અરસામાં સિરાચા સ્થિત નટુભા ટપુભા ચૌહાણની વાડીમાં બન્યો હતો. જેમાં ખેત મજુરી કરતા શ્રમિક ધર્મેશ ઉર્ફે દશરથ શાંતિલાલ નાયકા (ઉ.વ.22 રહે હાલે સિરાચા મૂળ ઉમરવા-છોટા ઉદેપુર)પર વીજળી પડતાં  સીએચસીમાં સારવાર અર્થે ખસેડાયો હતો.પરંતુ ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો હતો..