અંજારમાં ટેઈલરે મોટર સાઈકલને હડફેટે લેતા યુવાને જીવ ખોયો

acc

copy image

copy image

અંજારમાં ટેઈલરની ટકકરથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલ 24 વર્ષીય યુવાનનુ મૃત્યુ થયુ હતું. મળતી માહિતી મુજબ અકસ્માતનો આ બનાવ જી.આઈ.ડી.સી  વિસ્તારમાં કચ્છ એન્જીનિયરીંગ સામે બપોરે 2 વાગ્યાના અરસામાં બન્યો હતો. પોલીસ સુત્રોએ વિગતો આપતા કહ્યું હતુ કે ટેઈલર  ના ચાલકે મોટર સાઈકલને ટકકર મારી હતી.જેમાં મોટર સાઈકલ ચાલકને શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચતા તત્કાળ મોત નીપજયું હતું. આ અંગે મૃતકના ભાઈની ફરીયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.