કંઢેરાઇની વાડીમાં ખારેક ઉતારવા ગયેલ યુવાનને વીજશોક ભરખી ગયો

vijli dead

copy image

copy image

ભુજ તાલુકાના કંઢેરાઇની વાડીમાં 24 વર્ષીય યુવાન ખારેક ઉતારતો હતો, ત્યારે તેને વીજકરંટ લાગતાં તેનું મોત નીપજ્યું હતું . મળતી માહિતી મુજબ કંઠેરાઇમાં રહેતો યુવાન સવારે 10:30 વાગ્યાના અરસામાં કંઠેરાઇની વાડીમાં ખારેક ઉતારતો હતો દરમ્યાન જોરદાર વીજળીનો કરંટ લાગતાં તેને સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો, જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યાની વિગતો હોસ્પિટલની પોલીસ ચોપડે લખાવાઇ છે. બનાવ અંગે પદ્ધર પોલીસને જાણ કરાઇ છે.