ગાંધીધામમાં જુની શાક માર્કેટમાં જુગાર રમતા 7 પકડાયા
copy image

ગાંધીધામની શાક માર્કેટમાં જુગાર રમતા સાતને પોલીસે ઝડપ્યા હતા. ગાંધીધામની એ ડિવિઝન – પોલીસે બાતમીના આધારે ગત 9/7ના મોડી સાંજના સમયે જુની શાકભાજીમાં દરોડો પાડતા ત્યાં જુગાર રમી રહેલા સુનીલ વિશનદાસ પમનાની (ઉ.વ.38), નયનેશકુમાર પરષોતમદાસ રામી (ઉ.વ.46), કૈલાશભાઈ ઉકમેયચંદ સોની (ઉ.વ.35), શૈલેષભાઈ મંગુભાઈ થોરી (ઉ.વ.28), હરીશભાઈ શંકરદાસ વૈષ્ણવ (ઉ.વ.36), ટોટન પંચનન ચક્રવતી (ઉ.વ.36), આત્મારામ દેવન દાસ હેમદાણી (ઉ.વ.65) ને રોકડા 28,110ના મુદામાલ સાથે ઝડપી પાડયા હતા. તમામ સામે કાર્યવાહી કરાઈ હતી.