ત્રગડીના નાસતા-ફરતા બુટલેગરને એલસીબીએ ઝડપી પાડ્યો
copy image

માંડવી મરિન અને મુંદરાના શરાબ સંબંધિત ગુનામાં નાસતા-ફરતા ત્રગડીના બુટલેગર યુવરાજસિંહ વજુભા જાડેજાને એલસીબીએ પકડી પાડયો હતો. એલસીબીને ખાનગી બાતમી મળી હતી કે માંડવી મરિન અને મુંદરા પોલીસ મથકના પ્રોહિબિશન ગુનાનો નાસતો-ફરતો આરોપી યુવરાજસિંહ વજુભા જાડેજા (રહે. ત્રગડી, તા. માંડવી) ત્રગડી ગામની સીમની વાડીમાં છે. આથી યુવરાજસિંહની ધરપકડ કરવામાં આવી હતી. આરોપી યુવરાજસિંહ વિરુદ્ધ પ્રોહિબિશનના 32 જેટલા ગુના નોંધાયેલા છે.